Site icon Revoi.in

આત્મનિર્ભર ભારત: દેશમાં મોટા પાયે થશે બેટરી સ્ટોરેજ ઉત્પાદન, દોડશે ઇલેક્ટ્રિક વાહનો, ઇંધણની નહીં પડે જરૂર

Social Share

નવી દિલ્હી: ભારતમાં આગામી સમય એવો આવશે જ્યારે રસ્તા પર ઇંધણ વગરના ઇલેક્ટ્રિક વાહનો દોડતા જોવા મળશે. ભારતે અન્ય દેશોમાંથી ઇંધણની આયાત નહીં કરવી પડે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્રીય કેબિનેટે બેટરી સ્ટોરેજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 18100 કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવને મંજૂરી આપી દીધી છે. તેનાથી 50,000 મેગાવોટનું ઉત્પાદન વધવાનું અનુમાન છે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક યોજાઇ હતી. બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું.

બેટરી સ્ટોરેજ ખૂબ જ મહત્વનું છે. આજે 20 હજાર કરોડના બેટરી સ્ટોરેજ ઇક્વિપમેન્ટ આપણે આયાત કરીએ છીએ. આજે જે નવી પીએલઆઇ જાહેર કરવામાં આવી છે તેના કારણે આયાત ઓછી થવાની સાથે ભારતમાં ઉત્પાદન પણ શરૂ થશે.

દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન મળે તે આવશ્યક છે ત્યારે લાંબા સમય સુધી ચાલનારી અને જલદી ચાર્જ થનારી બેટરી એ આજના સમયની માંગ છે. ભારતમાં મોટા પ્રમાણમાં સોલાર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. તેનાથી અંદાજીત 136000 મેગાવોટ સોલર વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. પરંતુ આ વીજળનો દિવસે ઉપયોગ કરી શકાય રાત્રે નહીં.

બેટરી સ્ટોરેજ હોય તો તેનાથી ગ્રિડમાં બેલેન્સિંગનું કામ વધુ સરળ બનશે. બેટરી સ્ટોરેજ શિપિંગ અને રેલવે માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

(સંકેત)