Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સી પર વિશ્વના દેશોએ એક સમાન નિયમ બનાવવા આવશ્યક: PM મોદી

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશ્યલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી જેવી ઉભરતી ટેકનોલોજી માટે વૈશ્વિક નિયમો બનાવવાને લઈને સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી. તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે, તેનો ઉપયોગ લોકશાહીને નબળી બનાવવાને બદલે તેને મજબૂત કરવા માટે થાય. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડનની યજમાનીમાં યોજાયેલા લોકશાહી સંમેલનને ડિજિટલ માધ્યમથી સંબોધતા મોદીએ કહ્યું કે, સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાના પોતાના અનુભવ વહેંચવામાં ભારતને ખુશી થશે.

ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લઇને નિર્ણય લેવામાં આવશે ત્યારે પીએમ મોદીએ ક્રિપ્ટોકરન્સીને લઇને વાત કરી હતી. પીએમ મોદીએ ક્રિપ્ટોકરન્સી જેવી ઉભરતી ટેક્નોલોજી માટે વૈશ્વિક નિયમો બનાવવાને લઇને સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી હતી. તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે, તેનો ઉપયોગ લોકશાહીને નબળી બનાવવાને બદલે તેને મજબૂત કરવા માટે થાય.

અમેરિકામાં યોજાયેલા લોકશાહી સંમેલનને ડિજીટલ માધ્યમથી સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકશાહી માત્ર જનતાની, જનતા દ્વારા, જનતા માટે જ નથી, પરંતુ જનતા સાથે, જનતામાં સમાહિત પણ છે. બહુ પક્ષીય ચૂંટણી, સ્વતંત્ર ન્યાયપાલિકા અને સ્વતંત્ર મીડિયા જેવી સંરચનાત્મક વિશેષતાઓ લોકશાહીના મહત્વપૂર્ણ તત્વો છે.

પીએમ મોદીએ કહ્યું કે, ‘જોકે, લોકશાહીની માળખાગત મજબૂતી આપણા નાગરિકો અને સમાજમાં નિહિત ભાવના અને સિદ્ધાંતો છે.’

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ સંમેલનમાં વિશ્વના સૌથી મોટી લોકશાહીનું પ્રતિનિધિત્વ કરી ગૌરવાન્તિત અનુભવ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, લોકશાહી ભાવના અમારા સંસ્કૃતિના સિદ્વાંતો છે.

મોદીએ કહ્યું કે, ‘તેને ભારતની આઝાદીની સાથે ફરીથી પૂર્ણ અભિવ્યક્તિ મળી અને તેને છેલ્લા 75 વર્ષોમાં લોકશાહી રાષ્ટ્ર નિર્માણની એક અસાધારણ ગાથા રચી. તે બધા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સામાજિક-આર્થિક સમાવેશની એક ગાથા છે.