Site icon Revoi.in

કોવિડના વધતા પ્રસરણથી સરકાર ચિંતિત, પીએમ મોદીએ તાબડતોબ બોલાવી સમીક્ષા બેઠક

Social Share

નવી દિલ્હી: દેશમાં ઝડપી વધી રહેલો કોરોનાના વ્યાપ બાદ હવે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ ચૂકી છે અને એક્શન મોડમાં છે. પીએમ મોદીએ આજે સાંજે 4 વાગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તેના પર ચર્ચા વિચારણા કરાશે.

આજે દેશમાં દોઢ લાખથી વધુ કોવિડના કેસ આવતા કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. જો કે દેશના ઘણા રાજ્યોમાં સંક્રમણને કાબૂમાં લેવા માટે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જો કે નિયંત્રણો છતાં સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 1,59,653 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તે દરમિયાન 40,863 લોકો સ્વસ્થ થયા છે અને 327 લોકોનાં મોત નિપજ્યા છે. વર્તમાન સ્થિતિમાં દેશણાં કોવિડના કુલ સક્રિય કેસ 5,90,611 છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 3,44,53,603 લોકો સાજા થઇને કોવિડને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. દેશમાં કુલ 4,83,790 લોકોનાં મોત નિપજ્યા છે.

પહેલા અને બીજા ડોઝની રસીની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 151.58 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ દિલ્હીમાં કોરોના દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના 20 હજાર 181 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે શુક્રવારે આ આંકડો 17,335 હતો. જ્યારે પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો છે.