- સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન હોબાળા વચ્ચે પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર
- સરકારના કામ અંગેનું સત્ય લોકો સમક્ષ મૂકો
- કોંગ્રેસના જુઠ્ઠાણાની પોલ ખોલો
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સતત હોબાળા વચ્ચે પીએમ મોદીએ વિપક્ષ પર પલટવાર કર્યો હતો અને ભાજપના સાંસદોને કહ્યું છે કે, સરકારના કામ અંગેનું તથ્ય લોકો સમક્ષ મૂકો, જેથી વિપક્ષના જુઠ્ઠાણા ઉઘાડા પડી શકે.
પીએમ મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને આગ્રહ કર્યો હતો કે, વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા થતા જુઠ્ઠાણાના પ્રચારને રોકવા માટે લોકોને સત્યથી માહિતગાર કરો.
પીએમ મોદીએ કોંગ્રેસ માટે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પોતાના મતદારો માટે ચિંતિત નથી અને હજી પણ કોંગ્રેસને એવી જ ભાવના છે કે અમે 60 વર્ષ સુધી દેશ પર શાસન કર્યુ છે. કોંગ્રેસ એ સત્યને પચાવી શકતી નથી કે લોકોએ ભાજપના હાથમાં સત્તા સોંપી છે.
તેમણે કહ્યુ હતુ કે, આસામ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં થયેલી દુર્દશા પછી પણ વિપક્ષ પોતાની જવાબદારી અદા કરી રહ્યા નથી. વિપક્ષે લોકોના કલ્યાણના મુદ્દા ઉઠાવવા જોઈએ, તેઓ આ કરી રહ્યા નથી.