Site icon Revoi.in

આણંદમાં પ્રાકૃતિક ખેતીના સંમેલનમાં PM મોદીનું ઉદબોધન, આપ્યો આ મંત્ર

Social Share

નવી દિલ્હી: આણંદમાં પ્રાકૃતિક ખેતી અંગેનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું જેનું આજે સમાપન થયું હતું. સમાપન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનને રાસાયણીક ખાતર અને કિટનાશકોથી મુક્ત કરવાની જરૂર છે. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોની પણ સરાહના કરી હતી અને લોકોને તેમનાથી પ્રેરણા લેવાનું આહ્વાન કર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે ખેતીમાં રાસાયણીક ખાતર અને કિટનાશકોનો ઉપયોગ થાય છે. તેને કારણે ખેતી મોંઘી થવા ઉપરાંત જમીનની ગુણવત્તા ખરાબ થાય છે અને આ પ્રકારનો ખોરાક આરોગવાને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મૂકાય છે.

પીએમ મોદીએ કહ્યું કે, કેમિકલ અને ફર્ટિલાઇઝરે હરિયાળી ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ એ પણ સાચું જ છે કે આપણે વિકલ્પોની સાથે સાથે કામ કરતા રહેવું પડશે. બીજથી લઇને મોટી સુધી, તમામનો ઉપચાર તમે પ્રાકૃતિક રીતે કરી શકો છો.

વડાપ્રધાને ઉમેર્યું કે, ‘ઓછી સિંચાઈ વાળી જમીન હોય કે વધુ પાણીદાર જમીન,પ્રાકૃતિક ખેતીથી ખેડૂત વર્ષમાં ગમે તેટલો પાક લણી શકે છે. એટલું જ નહિ જે ઘઉં ,ધાન્ય કે દાળની ખેતીમાં જે કચરો નીકળે છે ,જે પરાલી નીકળે છે તેમાં તેનો પણ સદુપયોગ થઇ શકે છે. મતલબ, ઓછા ખર્ચે વધુ ફાયદો. કૃષિ સાથે જોડાયેલા પ્રાચીન જ્ઞાનને ના ફક્ત ફરીથી શીખવાની જરૂર છે,પરંતુ તેમાં આધુનિક સમય પ્રમાણે અલગ રીતે જોવાની જરૂર છે. આ દિશામાં આપણે નવેસરથી સંશોધન કરવું પડશે