- આજે સ્વર્ણિમ વિજય દિવસ
- PM મોદી રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પહોંચ્યા
- અહીંયા વિજય મશાલ સમારોહમાં ભાગ લીધો
- વીર શહીદોને શ્રદ્વાંજલિ આપી
નવી દિલ્હી: આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે સ્વર્ણિમ વિજય દિવસ છે. વિજય દિવસના ભાગરૂપે વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પહોંચ્યા હતા અને સ્વર્ણિમ વિજય મશાલ સમારોહમાં પણ ભાગ લીધો હતો.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્વર્ણિમ વિજય મશાલનું સન્માન અને સ્વાગતમાં ભાગ લીધો હતો.
50માં વિજય દિવસના પર્વ પર વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ તેમણે વિજય મશાલનાં સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે શહીદ જવાનોને શ્રદ્વાંજલિ આપી હતી.
વિજય દિવસની 50મી વર્ષગાંઠ પર તેમણે કહ્યું હતું કે, હું ભારતીય સશસ્ત્ર દળોના મુક્તિ વોરિયર્સ, વેટરન્સ અને હીરો દ્વારા કરવામાં આવેલ મહાન બહાદુરી અને બલિદાનને યાદ કરું છું. આપણે સાથે મળીને દમનકારી દળો સામે લડ્યા અને તેમને પરાસ્ત કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ આ અવસરે ચાર મશાલો જે ગયા વર્ષે વડાપ્રધાન દ્વારા પ્રગટાવવામાં આવેલી હતી. આ ચાર મશાલોને સમગ્ર દેશમાં સિયાચીનથી કન્યાકુમારી, આંદામાન અને નિકોબારથી લોંગેવાલા, કચ્છના રણ અને અગરતલા સુધી ફેરવવામાં આવી હતી.
નોંધનીય છે કે, 16 ડિસેમ્બર, 1971ના ઐતિહાસિક વિજયનો આનંદ અને જોશ દરેક ભારતીયોના હૃદયમાં એક ઉત્સાહ તેમજ ઉર્જાનો સંચાર કરે છે અને દરેક દેશવાસીઓની છાતી ગર્વથી ગદગદ ફૂલે છે. આ દિવસે ભારતે પાકિસ્તાનના દાંત ખાટા કરી મૂક્યા હતા અને પાકિસ્તાને 93,000 સૈનિકો સાથે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. ભારતના દરેક સૈનિકોએ પોતાના શૌર્ય અને બહાદુરીનો અદ્દભુત પરચો આપ્યો હતો. આ જ દિવસે બાંગ્લાદેશ પાકિસ્તાનથી છૂટુ પડ્યું હતું.
મહત્વનું છે કે, બાંગ્લાદેશને અસ્તિત્વમાં આવ્યાને 50 વર્ષ પૂર્ણ થયા છે. ભારત આ દિવસને વિજય દિવસ અને બાંગ્લાદેશના બિજોય દિબોસના નામે ઉજવે છે. 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. 1965 માં ભારતે પાકિસ્તાનને સજ્જડ પરાજય આપ્યો હતો અને ફરી 1971 માં પણ પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો.