Site icon Revoi.in

કાનપુરને મળી નવા વર્ષની સોગાદ, PM મોદીએ કાનપુર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે ઉત્તરપ્રદેશના કાનપુર શહેરની મુલાકાતે છે ત્યારે તેઓએ આજે ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું. આ ઉદ્વાટન દરમિયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ તેમજ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

તે પહેલા ઇન્ડ્યિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના દીક્ષાંત સમારોહમાં પણ વડાપ્રધાને હાજરી આપી હતી. આ બાદ પીએમ મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. આ બાદ તેઓ કાનપુર મેટ્રોના ઉદ્વાટન માટે પહોંચ્યા હતા. અહીંયા વડાપ્રધાને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય શહેરી અને આવાસ પ્રધાન હરદીપ સિંહ પુરી સાથે IIT મેટ્રો સ્ટેશનથી બેસીને મુસાફરી કરી હતી.

IIT કાનપુરથી મોતી ઝિલ સુધીના 9 કિમી લાંબા વિસ્તારમાં કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેલાયેલો છે. જો કે, કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટની લંબાઇ 32 કિમી છે અને તે 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. કાનપુર મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠલ 9 કિલોમીટર લાંબી લાઇન નાખવામાં આવી છે. જેમાં 9 મેટ્રો સ્ટેશન છે. તેમાં IIT કાનપુર, CSJM યુનિવર્સિટી, રાવતપુર રેલવે સ્ટેશન, કલ્યાણપુર રેલવે સ્ટેશન, ગુરુદેવ સ્ક્વેર, લાલા લજપત રાય હોસ્પિટલ, SPM હોસ્પિટલ, ગીતા નગર, મોતી તળાવ સામેલ છે.

અત્રે જણાવવાનું કે, મેટ્રો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે અને તેમાં બે કોરિડોર હશે. કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના 32.6 કિમી લાંબા બંને કોરિડોરમાં કુલ 30 મેટ્રો સ્ટેશન હશે. મેટ્રોમાં એક સમયે 974 મુસાફરો મુસાફરી કરી શકશે અને ટ્રેનની ઝડપ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક હશે.