Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં તેજી વચ્ચે પીએમ મોદીએ ઑઇલ કંપનીના CEOs સાથે વાતચીત કરી

Social Share

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલની આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે પીએમ મોદીએ વૈશ્વિક ઑઇલ અને ગેસ ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. આ વાતચીતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી, રોસનેફ્ટના અધ્યક્ષ અને સીઇઓ ડૉ. ઇગોર સેચિન અને સાઉદી અરામકોના અધ્યક્ષ અને સીઇઓએ ભાગ લીધો હતો.

અગાઉ એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ છઠ્ઠી વાર્ષિક વાતચીત છે. જે 2016માં શરૂ થઇ હતી. તેમાં ઑઇલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતા સામેલ હોય છે, જે આ ક્ષેત્રના મુખ્ય મુદ્દો અને ભારત સાથે સહયોગ અને રોકાણના સંભવિત ક્ષેત્રોને શોધવા વિચાર-વિમર્શ કરે.

દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો જેની સાથે જ દેશભરમાં ઇંધણના ભાવ એક નવીં ઉંચાઇ પર પહોંચી ગયા. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયાને પાર તો મુંબઇમાં ભાવ 111 રૂપિયાને પાર પહોંચ્યા છે.

મુંબઇમાં ડીઝલ હવે 102.89 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યાં છે, જ્યારે દિલ્હીમાં તેની કિંમત 94.92 રૂપિયા પ્રતિ લીટર છે. આ પહેલાં ગત બે દિવસ કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. મોંઘવારીએ હવે સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ ઉપરાંત ખાદ્યતેલ, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો પણ વધી છે.