- PM મોદીએ ગુજરાતના પ્લેટફોર્મની લોન્ચ કરી પોલિસી
- વ્હીકલ સ્ક્રેપ પોલીસીના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં
- આજનો દિવસ ભારતના ઑટોમોબાઇલ માટે મહત્વનો દિવસ: નીતિન ગડકરી
નવી દિલ્હી: પીએમ મોદીએ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ કરી છે. આજે સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરી હતી. વ્હીકલ સ્ક્રેપ પોલીસીના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતા.
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઑટોમોબાઇલ માટે મહત્વનો દિવસ છે. આપણા દેશમાં સૌથી વધુ રોજગાર, ટેક્સ ભરનારી ઇન્ડસ્ટ્રી એટલે ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છે. વર્ષ 2015થી સ્ક્રેપ પોલિસી પર કામ શરૂ કર્યું અને આજે પીએમ મોદી દ્વારા તેનો પ્રારંભ થયો છે. પોલ્યુશનના નોર્મ BS4ના બદલે BS6 પર જવાનો નિર્ણય લીધો છે.
ભારતમાં 1 કરોડ ગાડીઓ ફિટનેસ વગર માર્ગ પર ફરતી હતી. સેફટીની દ્રષ્ટિથી એ ગાડીઓ પણ યોગ્ય ન હતી. જુના વાહનો 10 થી 12 ગણો વધુ પ્રદુષણ ફેલાવે છે. 7.5 લાખ કરોડ ઓટોમોબાઇલનું ટર્ન ઓવર છે. સ્ક્રેપિંગ માટે ગાડીની ફિટનેસ નક્કી કરાઈ છે, એટલું જ નહીં દેશમાં PPE મોડલ પર કાર્ય આગળ વધારીશું. ફિટનેસ ફી અને સર્ટિફિકેટ ફી અમે લાગુ કરીશું. મેન્યુફેક્ચરિંગ સેકટરમાં લાભ થશે, સેવિંગસ વધશે.
કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક જે મળશે અને જેનો લાભ થશે. રો મટિરિયલના કારણે કોસ્ટ પણ ઘટશે. એક્સપોર્ટ પણ વધશે, રોજગાર વધશે અને ટેક્સની આવક વધશે. સસ્તા ભાવમાં રો મટેરિયલ મળશે, જે ઇમ્પોર્ટ કરીએ છે એ મેટલ સરળતાથી સસ્તું મળશે.