Site icon Revoi.in

મેરઠમાં પહેલા દીકરીઓ ઘરની બહાર નીકળતા ડરતી, હવે દેશનું નામ કરી રહી છે રોશન: PM મોદી

Social Share

નવી દિલ્હી: આ વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે તેની પહેલા ત્યાં ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. અત્યારે ઉત્તરપ્રદેશ રાજકીય રંગે રંગાયેલું છે. આજે પીએમ મોદી મેરઠની મુલાકાતે છે જ્યાં તેઓએ મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેઓએ જનસભાને પણ સંબોધિત કરી હતી.

મેરઠમાં જનસભા સંબોધન દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા કે, પહેલાની સરકારે અહીંયાના લોકો સાથે ગંદી રાજરમત રમી છે. પહેલાં મેરઠમાં માફિયાઓનો ખેલ ચાલતો હતો. હવે યૂપીની યોગી સરકાર આવા તત્વો સાથે જેલ-જેલની રમત રમી રહી છે.

પીએમ મોદીએ સરધનાના સલવા ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પણ શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ જનમેદનીને સંબોધિત કરી હતી. આ પહેલા પીએમ મોદીએ ઔઘડનાથ મંદિર અને શહીદ મડકમાં 1857ના અમર શહીદોને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.

જાહેર સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, મેરઠ અમારી સંસ્કૃતિ  અને સામર્થ્યનું મહત્વનું કેન્દ્ર છે. રામાયણ અને મહાભારત પહેલાંની યાદો મેરઠ સાથે જોડાયેલી છે. પહેલાં મેરઠની દિકરીઓ ઘરેથી બહાર નીકળતા ડરતી હતી અને આજે દેશનું નામ રોશન કરે છે. પહેલા મેરઠમાં માફિતા પોતાનો ખેલ ખેલતા હતા. અહીં અવૈધ કબ્જો હાંસલ કરવાના મુકાબલા થતા હતા. તે સમયે ખેલાડીઓનું અપમાન અને અવગણના થતી હતી. હવે એવું નહીં થાય.