Site icon Revoi.in

PM મોદી ઇટલીના પ્રવાસે, G-20 તેમજ કોપ-26માં પણ ભાગ લેશે

Social Share

નવી દિલ્હી: અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી આજથી ઇટલીના 5 દિવસના પ્રવાસ પર છે. પીએમ મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યા છે. પીએમ મોદી 29થી 31 ઑક્ટોબર સુધી રોમમાં રહેશે. G-20ની બેઠક યોજાવા જઇ રહી છે તેમાં પીએમ મોદી ભાગ લેશે. તે ઉપરાંત તેઓ ગ્લાસ્ગો શહેરમાં કોપ-26ની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.

આ વખતની સમિટમાં મહામારીમાંથી રિકવરી તેમજ જળવાયુ પરિવર્તન એ મુખ્ય મુદ્દો રહેશે તેમજ પીપલ, પ્લેનેટ, પ્રોસ્પેરિટી જેવા મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે. મોદી પોતાની ઇટલીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મારિયો દ્રાધીને પણ મળી શકે છે. તે ઉપરાંત તેઓ કેથોલિક ખ્રિસ્તીઓના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પણ મળે તેવી સંભાવના છે.

ઇટલી યાત્રા પર જતા પહેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 16મી G-20 સંમેલનમાં ભાગ લેવા જઇ રહ્યો છું. આ દરમિયાન જી-20ના નેતાઓ સાથે કોરોના મહામારી, વિકાસ અને જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક આર્થિક અને સ્વાસ્થ્ય સુધારા અંગે ચર્ચા કરાશે. 29 થી 31 ઑક્ટોબર વચ્ચે રોમ અને વેટિકન સિટીની પણ મુલાકાત લઇશ. ત્યારબાદ વડાપ્રધાન બોરિસ જોનસને આમંત્રણ આપ્યું છે એટલે 1 અને 2 નવેમ્બર સુધી ગ્લાસ્ગોની યાત્રા કરીશ.

ઇટલીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઇટલીના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર મુલાકાત કરશે. આ મુલાકાતને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રુંગલાએ જાણકારી આપી હતી કે, વડાપ્રધાન 29 થી 30 ઑક્ટોબર સુધી રોમ, ઇટલીમાં રહેશે. પીએમ મોદી વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરશે.

(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)

https://play.google.com/store/apps/details?id=com.revoinews