- યુપીના પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર વાયુસેનાના વિમાનો લેન્ડ કરી શકશે
- ટ્રાયલ માટે 3 વિમાનો પહોંચ્યા
- 16 નવેમ્બરે પીએમ મોદી આ ભેટ આપશે
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે પણ ઉન્નતિ કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર હવે વાયુસેનાના પ્લેન પણ લેન્ડિંગ કરી શકશે. તેના માટે ત્યાં 3.2 કિમી લંબાઇનો રન વેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
16 નવેમ્બરના રોજ પીએમ મોદી ઉત્તરપ્રદેશને મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. તેઓ યોગી સરાકરની મહત્વાકાંક્ષી યોજના પૂર્વાંચલ એક્સપ્રેસ વેની સોગાત રાજ્યને આપશે. આ કાર્યક્રમ પહેલા જ આજે પર્વાંચલ એક્સપ્રેસ વે પર બનેલ એર સ્ટ્રિપ પર વાયુસેનાના 3 લડાકૂ વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આપને જણાવી દઇએ કે ટચ એન્ડ ગો ઑપરેશન દ્વારા લેન્ડ થતા વિમાનો ટેકઓફ પણ કરી શકશે. સુલ્તાનપુરમાં આવેલ કુરેભાર ગામ નજીક 3.2 કિમીનો લાંબો રન વે બનાવવામાં આવ્યો છે. જ્યાં લડાકૂ વિમાનોનું રિહર્સલ યથાવત્ છે.
340 કિલોમીટર આ એક્સપ્રેસ-વે પૂર્વ અને પશ્ચિમ યુપીને જોડશે. લખનૌના ચાંદ સરાય ગામથી આ શરૂ થશે જ્યાથી તે બારાબંક, અમેઠી, અયોધ્યા, સુલ્તાનપુર, આંબેડકરનગર, આદમગઠ તથા ગાઝીપુર થઈને નિકળશે. સરકારનો દાવો છે કે આ એક્સપ્રેસ-વે ના કારણે ઉદ્યોગંધંધામાં પણ પ્રગતી થશે સાથેજ સ્થાનિકો લોકોને રોજગારી પણ મલરી રહેશે.
આ એક્સપ્રેસ વેના કારણે યુપી ઉપરાંત બિહારના લોકો પણ લાભાન્વિત થશે. હાઇવે બાદ દિલ્હીથી બિહાર સુધીની મુસાફરી વધુ સુગમ બનશે. કારણ કે દિલ્હી-યમુના એક્સપ્રેસ વે દ્વારા આગરા-લખનૌ એક્સપ્રેસ વેનો રસ્તો પૂરો થશે. બાદમાં લખનૌથી પૂર્વાચલ એક્સપ્રેસ વે દ્વારા ગાઝીપૂર સરળતાપૂર્વક પહોંચી શકાશે.