ઘનશ્યામ નાયક અને અરવિંદ ત્રિવેદીના નિધન પર પીએમ મોદીએ આપી શબ્દાજંલિ, કહ્યું – આપણે બહુમુખી પ્રતિભા ગુમાવી
- પીએમ મોદીએ નટુકાકા અને અરવિંદ ત્રિવેદીને આપી શ્રદ્વાંજલિ
- આપણે બે પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યો
- બંને તેમના અભિનય માટે સદાય યાદ રહેશે
નવી દિલ્હી: રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવનારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશંસકો પણ ગમગીન બન્યા છે. આ વચ્ચે પીએમ મોદીએ પીઢ અભિનેતાઓ અરવિંંદ ત્રિવેદી અને નટુકાકા તરીકે જાણીતા બનેલા ઘનશ્યામ નાયકના નિધન પર શ્રદ્વાંજલિ આપી છે.
We have lost Shri Arvind Trivedi, who was not only an exceptional actor but also was passionate about public service. For generations of Indians, he will be remembered for his work in the Ramayan TV serial. Condolences to the families and admirers of both actors. Om Shanti. pic.twitter.com/cB7VaXuKOJ
— Narendra Modi (@narendramodi) October 6, 2021
પીએમ મોદીએ શ્રદ્વાંજલિ આપી હતી કે, આપણે બે પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા છે. ઘનશ્યામ નાયક તેમની બહુમુખી પ્રતિભા માટે હંમેશા યાદ રહેશે. અરવિંદ ત્રિવેદી પણ જનસેવા માટે જાણીતા હતા. રામાયણમાં તેમના અભિનય માટે તેઓ યાદ રહેશે. બંને કલાકારોના પરિવારજનો, પ્રશંસકો પ્રત્યે સંવેદના છે.
મહત્વનું છે કે, આપણી વચ્ચેથી વિદાય લેનારા પીઢ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવીને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. તે ઉપરાંત તેઓએ 300થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેઓએ નાટક ઉપરાંત હિંદી અને ગુજરાતી ફિલ્મો તેમજ સિરિયલ્સમાં અનેક ભૂમિકા અદા કરી છે.