Site icon Revoi.in

94 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, PM મોદી સહિતના નેતાઓ સાથે ઉજવ્યો જન્મદિવસ

Social Share

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા એવા લાલ કૃષ્ણ અડવાણીનો આજે 94મો જન્મદિવસ છે. તેમના આ જન્મદિવસના પર્વ પર પીએમ મોદીએ તેમને વિશેષ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પૃથ્વીરાજ રોડ સ્થિત લાલ કૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પીએમ મોદી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા પહોંચ્યા હતા અને તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

લાલ કૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન વેંકૈયા નાયડુએ લાલકૃષ્ણ અડવાણીને હાથ પકડીને કેક કપાવી હતી અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને પણ લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, સન્માનીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમના લાંબા તથા સ્વસ્થ જીવનની કામના કરું છું. લોકોને સશક્ત કરીને તથા આપણું સાંસ્કૃતિક ગૌરવ વધારવા માટે તેમણે જે પ્રયાસો કર્યા છે, દેશ તે બદલ સદા તેમનો ઋણી રહેશે. વિદ્વતા અને બુદ્વિમત્તા માટે પણ તેઓ સન્માનીય છે.