Site icon Revoi.in

પીએમ મોદીએ કલ્યાણસિંહને શ્રદ્વાંજલિ અર્પણ કરી, કહ્યું – જન કલ્યાણ તેમનો જીવન મંત્ર હતો

Social Share

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. લખનઉ સ્થિત તેમના નિવાસસ્થાને પીએમ મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. કલ્યાણ સિંહને છેલ્લા દોઢ મહિનાથી લખનૌમાં SGPGIમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લખનૌ સ્થિત તેમના નિવાસસ્થાને પીએમ મોદીએ પહોંચ્યા હતા અને તેમના અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્વાંજલિ આપી હતી. પીએમ મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ શ્રદ્વાંજલિ અર્પણ કરીને કહ્યું હતું કે, કલ્યાણ સિંહજીએ જન કલ્યાણને તેમનો જીવન મંત્ર બનાવ્યો હતો. તેમણે યુપી અને રાષ્ટ્રના વિકાસ માટે કામ કર્યું. તેઓ પ્રામાણિકતા તેમજ સારા વહીવટના પર્યાયી બન્યા હતા.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારા બધા માટે મોટી ખોટ છે. કલ્યાણ સિંહ જીના માતા-પિતાએ જે નામ આપ્યું હતું તેમણે તે નામને સાર્થક કર્યુ. તેઓ જીવનભર જન કલ્યાણ માટે જીવ્યા. તેમણે જન કલ્યાણને પોતાનો મંત્ર બનાવ્યો. ભાજપ, જન સંઘ પૂરા પરિવારને એક દિવાર માટે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ.

પૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનો મૃતદેહ લખનૌમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જ્યાં તેમના અંતિમ દર્શન કરી શકાય છે. કલ્યાણસિંહનો મૃતદેહ આવતીકાલે બુલંદશહેર નરોરાના રાજઘાટ પર તેમના વતન અત્રૌલી 4 રસ્તે થઈ લાવવામાં આવશે. સોમવારે એટલે કે કાલે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર ગંગા ઘાટ પર થશે.