Site icon Revoi.in

ત્રિપુરાના આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર

Social Share

નવી દિલ્હી: ત્રિપુરાના લાભાર્થીઓને મોદી સરકારને ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા. લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ-યોજના-ગ્રામીણ હેઠળ તેમના પાકા મકાનો માટે ગ્રાંટ ફાળવાશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા બાદ પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરતા કહ્યું કે, 7 વર્ષથી અમારો પ્રયાસ રહ્યો છે કે સરકારની યોજનાનો લાભ મળે. પહેલાં સરકારની યોજનાનો લાભ માત્ર ચુનંદા લોકોને જ મળતો હતો.

પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થી  એવા અનીતા સાથે વાત કરી હતી કે, હું તમને પાકું મકાન આપીશ પરંતુ તમારા બાળકને એક સુનિશ્વિત ભાવિ તમને જ આપી શકો છો એટલા માટે બાળકોને ભણાવજો.

અન્ય એક લાભાર્થી સાથે સંવાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, શું તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે કોઇ અરજી અથવા હપ્તો મેળવવા માટે કોઇને લાંચ આપવી પડી. જો આપી હોય તો કહેજો તો તેના પર લાભાર્થીએ પ્રત્યુત્તર આપ્યો હતો કે મારે આ યોજના માટે કોઇને પણ લાંચ આપવી પડી નથી.