Site icon Revoi.in

મોદી કેબિનેટમાં ખેડૂતો અને ગરીબો માટે લેવાયા આ બે મહત્વૂપર્ણ નિર્ણયો

Social Share

નવી દિલ્હી: મોદી કેબિનેટ બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેની સત્તાવાર જાહેરાત કરી છે.

કોરોના મહામારી દરમિયાન ગરીબોને મફતમાં રેશન આપવા માટે મોદી સરકારે ચાલુ કરેલ યોજનાને લઇને આજે મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની અવધિને લંબાવવામાં આવી છે.

દિલ્હીમાં મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકાર તરફથી ત્રણ વાગે આ મુદ્દે પત્રકાર પરિષદ કરવામાં આવશે. બુધવારે દિલ્હીમાં સાત લૉક કલ્યાણ માર્ગ એટલે કે પ્રધાનમંત્રી આવાસમાં થયેલ બેઠકમાં કૃષિ કાયદાને રદ્દ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

આજે સવારે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને કેબિનેટની બેઠક મળી હતી અને જેમા કૃષિ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સૂત્રો અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને આગામી મહિનાઓ સુધી લંબાવવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, સરકાર દ્વારા માર્ચ 2020 દરમિયાન કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ગરીબોને મફત અનાજ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.