- પશ્વિમ બંગાળમાં TMCની જીતનો શ્રેય પ્રશાંત કિશોરને જાય છે
- TMCના મુખ્ય રણનીતિકાર પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટના પ્રોફેશનમાંથી લીધો સન્યાસ
- તેઓ હવે કંઇક બીજુ કરવા ઇચ્છે છે – પ્રશાંત કિશોર
કોલકાતા: પશ્વિમ બંગાળમાં ફરી એક વખત TMCની સરકાર બનવા જઇ રહી છે ત્યારે ટીએમસીની જીતનો જેને શ્રેય જાય છે એવા ટીએમસીના મુખ્ય ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટના પ્રોફેશનમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પ્રશાંત કિશોરે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે તેઓ કંઇક બીજુ કરવા ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે તેમણે મમતા બેનર્જીની પાર્ટીની ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રવિવારે પ્રશાંત કિશોરે સન્યાસની જાહેરાત કરતા કહ્યું હતું કે, ઇલેક્શન મેનેજમેન્ટ અને IPAC છોડી રહ્યા છે કારણ કે તે હવે બીજુ કરવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે, તે પશ્વિમ બંગાળ તેમજ તામિલનાડુમાં પોતાના મેનેજમેન્ટમાં લડાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી તેમજ ડીએમકેની જીતથી ખુશ છે. આ સિવાય તેઓએ દાવો કર્યો હતો કે, પશ્વિમ બંગાળમાં ભાજપની સીટો માત્ર 2 આંકડામાં રહેશે, તે સાચુ સાબિત થયું તેમની પણ તેને ખુશી છે.
ભાજપના ચૂંટણી પરિણામો માત્ર બે આંકડામાં જ રહેવાનો કર્યો હતો દાવો
પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ સામે આવ્યા પહેલા દાવો કર્યો હતો કે જો ભાજપ 100થી વધુ સીટ જીતશે તો તે પોતાનું કામ છોડી દેશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી માત્ર બે આંકડામાં જ રહેશે. 2 મેએ રવિવારે પરિણામ સામે આવ્યા બાદ પીકેનો દાવો સાચો સાબિત થઈ રહ્યો છે. ભાજપને 80-85 સીટો સામે આવી રહી છે. પીકેએ કહ્યુ કે, તેમનો દાવો સાચો સાબિત થયા બાદ પણ તે આ ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા નથી.
(સંકેત)