(મિતેષ સોલંકી)
- થોડા સમયમાં ભારત સરકાર કૃત્રિમ બુદ્ધિમતા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરશે.
- આ કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્ર સંબંધિત માહિતી એકઠી કરવામાં આવશે જે કૃત્રિમ બુદ્ધિમત્તાના માળખા હેઠળ મૂકવામાં આવશે.
- ઉપરોક્ત કાર્યક્રમના લીધે જાહેર ક્ષેત્રની માહિતીની સુરક્ષામાં તેમજ માહિતીની ઉપલબ્ધતામાં વધારો થશે.
- આ ઉપરાંત ભારત સરકાર ડિજિટલ ભારત 2.0 પણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે જેના લીધે પણ કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેના રાષ્ટ્રીય કાર્યક્રમને પ્રોત્સાહન મળશે.
- ડિજિટલ ભારત 2.0
- ડિજિટલ ભારત 2.0 અંતર્ગત સાઇબર સુરક્ષા, ડિજિટલ સેવાઓ અને આંતરમાળખાકીય બાબતોની ગુણવત્તામાં વધારે સુધારો કરવાનો ધ્યેય છે.
- આ ઉપરાંત DBT (Direct Benefit Transfer) ની સેવા માટેની માળખામાં પણ સુધારો કરવામાં આવશે.