Site icon Revoi.in

નવજોત સિંહની તાજપોશીને લાગશે ગ્રહણ? બાજવા અને CM અમરિંદર સિંહ એકજુટ થયા

Social Share

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર લગભગ નવજોત સિંહ સિદ્વુની તાજપોશી ફાઇનલ છે. જો કે, તે પહેલા કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવા અને સીએમ અમરિંદર સાથે મુલાકાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, નવજોત સિંહ સિદ્વુ વિરુદ્વ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પ્રતાપ સિંહ બાજવા એકજુટ થઇ ગયા છે.

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સીએમ અમરિંદર સિંહ અને પ્રતાપ સિંહ બાજવાની મુલાકાતની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, પ્રતાપ સિંહ બાજવા અને સીએમ અમરિંદર સિંહને એકસાથે જોઇને ખુશી થઇ રહી છે.

અન્ય તરફ સૂત્રોનુસાર નવજોત સિંહ સિદ્વુને ટૂંક સમયમાં જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય 4 લોકોને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે.

નવજોત સિંહ સિદુવ સાથે વિવાદ ખતમ કરવા માટે સીએમ અમરિંદર સિંહે કેટલીક શરતો મૂકી છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ અનુસાર સિદ્વુને કેટલીક માંગણી સ્વીકારવી પડશે. ગત થોડા દિવસો પહેલા ટ્વીટ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવજોત સિંહ સિદ્વુએ પંજાબના સીએમ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, તેના માટે તેમને માફી માંગવી પડશે.