- પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ પોતાની પાર્ટી બનાવશે
- પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ પાર્ટી ગઠિત કરવા અંગે કર્યું એલાન
- પાર્ટીના સિમ્બોલ અને નામ માટે ચૂંટણીપંચ સાથે ચાલી રહી છે ચર્ચા
નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં અત્યારે પણ ઘમસાણ જોવા મળી રહી છે અને આ ઘમસાણ વચ્ચે જ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. હવે કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. જો કે, તેમણે પાર્ટના નામ વિશે ચુપકીદી સાધી છે. તેઓએ કહ્યું કે હાલ મને પણ નામ ખબર ના હોવાથી તે વિશે કશુ કહી શકાય નહીં. અત્યારે પાર્ટીના સિમ્બોલ અને પાર્ટીનું નામ કન્ફર્મ કરવા માટે ચૂંટણી પંચ સાથે વાતચીત ચાલી રહી છે. આ બાદ તે અંગે જાહેરાત કરાશે.
તે ઉપરાંત તેઓએ કોંગ્રેસ હાઇમનાન પર પણ પ્રહાર કર્યો હતો અને 18 પોઇન્ટ પ્રોગ્રામ વિશે વાત કરતા કહ્યું હતું કે, અમે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેસીને બતાવી દીધું હતું કે, શું શું કામગીરી કરી છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસનું 5 વર્ષ જૂનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ સાથે તેઓએ એ પણ જાણકારી આપી હતી કે, તેમના કાર્યાલયમાં કેટલું કામ થયું છે. પંજાબમાં અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે મેનિફેસ્ટોનું 92 ટકા કામ પૂર્ણ કર્યું છે.