પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે વર્લ્ડ બેંકે આ રાજ્યને કરી 2190 કરોડ રૂપિયાની સહાય
- પંજાબના ગામડામાં હવે પીવાલાયક પાણીનો પુરવઠો પહોંચશે
- વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકએ 30 કરોડ ડોલરની મદદની મંજૂરી
- આ પ્રોજેક્ટનો હેતુ અમૃતસર અને લુધિયાણામાં ગુણવત્તાયુક્ત પાણી પૂરો પાડવાનો છે
નવી દિલ્હી: પંજાબમાં હવે ગામડામાં જ્યાં પાણીની અછત છે ત્યાં પીવાલાયક પાણીનો પુરવઠો પહોંચી શકશે. આના માટે વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકએ 30 કરોડ ડોલરની મદદની મંજૂરી આપી છે. આ રકમથી નહેરના પાણી આધારિત પીવાના પાણીની પ્રોજેક્ટને ચલાવી શકાશે. આ પ્રોજેક્ટનો હેતુ અમૃતસર અને લુધિયાણામાં ગુણવત્તાયુક્ત પીવાના પાણીનો પૂરવઠો અને પાણીની અછતને ઘટાડવાનો છે.
પંજાબ સરકારના સત્તાવાર પ્રવક્તા અનુસાર, આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક એફિલિએટ્સ ઇન્ટરનેશનલ બેંક ફોર રિસ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક અને પંજાબ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. આમાં IBRD 10.5 કરોડ, AIIB 105 મિલિયન ડોલર અને પંજાબ સરકાર 9 મિલિયન ડોલર આપશે.
અમૃતસર પ્રોજેક્ટમાં પાણી પુરવઠાના સ્ત્રોત ઉપરની બારી દોઆબા કેનાલ છે. અને જીલ્લાના વેલ્લાહ ગામે રોજના 44 મિલિયન લિટર રો વોટરનું ફિલ્ટરિંગ પ્લાન્ટ બનાવવામાં આવશે.
કાચા પાણીને ફિલ્ટર કર્યા બાદ તે એલિવેટેડ ઇન્સ્ટોલ્ટ ટેન્ક્સમાં પૂરું પાડવામાં આવશે. ત્યાં તેને શહેરના રહેવાસીઓને સતત પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવશે. તે જ રીતે, લુધિયાણા પ્રોજેક્ટમાં પાણી પુરવઠાનો સ્ત્રોત સરહિંદ કેનાલ હશે.
(સંકેત)