- આખરે ચૂંટણી પંચે ભાજપ અને પંજાબ સીએમ ચન્નીની વાત માની
- ચૂંટણી પંચે હવે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લીધો
- હવે ત્યાં 20 ફેબ્રુઆરીના રોજ થશે મતદાન
નવી દિલ્હી: આગામી મહિને વિધાનસભા ચૂંટણી શરૂ થવાની છે ત્યારે એ પહેલા મોટા અપડેટ મળી રહ્યા છે. ચૂંટણી પંચે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લીધો છે. સંત રવિદાસ જયંતિ હોવાને કારણે મોટા ભાગના પક્ષોએ ચૂંટણીની તારીખ ફેરવવાની માંગણી કરી હતી જેને હવે ચૂંટણી પંચે સ્વીકારી લીધી છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ પણ ચૂંટણી પંચને તારીખ બદલવા માટે અપીલ કરી હતી.
પહેલા પંજાબમાં 14 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું હતું પરંતુ હવે ચૂંટણી પંચે મતદાનની તારીખ બદલીને 20 ફેબ્રુઆરી નક્કી કરી છે. સંત રવિદાસ જયંતિ હોવાને કારણે તમામ પક્ષોએ ચૂંટણી તારીખમાં ફેરફારની માંગ કરી હતી અને હવે તેને ચૂંટણી પંચે સ્વીકારી લીધી છે.
After considering facts emerging out of representations, inputs from State Government and CEO, past precedence &all circumstances in the matter,ECI has decided to reschedule the General Elections to Legislative Assembly of Punjab:Poll on 20th February 2022 https://t.co/ZOkqTSH8Vb
— Spokesperson ECI (@SpokespersonECI) January 17, 2022
પ્રાપ્ત વિગતો અનુસાર, 14 ફેબ્રુઆરીના રોજ સંત રવિદાસ જયંતિ હોવાની પહેલા સીએમ ચન્ની અને ત્યારબાદ ભાજપે પણ પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવાનો અનુરોધ કર્યો હતો. પહેલા 14 ફેબ્રુઆરીએ એક તબક્કાના મતદાન થવાનું હતું પરંતુ હવે પંચે રાજકીય પક્ષોની માગ સ્વીકારતા 20 ફેબ્રુઆરીએ એક તબક્કાના મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો છે.