- ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધ્યું
- રાફેલ વિમાનને 101 સ્કવોડ્રનમાં સામેલ કરાયા
- હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરાઇ
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત હવે વધી છે. 28 જુલાઇ, 2021ના રોજ ઇસ્ટર્ન એર કમાન્ડમાં આવેલા એરફોર્સ સ્ટેશન, હાશીમારા ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નંબર-1 સ્કવોડ્રનમાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને સામેલ કર્યા છે. એર સ્ટાફના વડા એર ચીફ માર્શલલ આર.કે.એસ. ભદૌરિયા, PVSM, AVSM, VM, ADCના અધ્યક્ષ સ્થાને વિમાનને સામેલ કરવાનો આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ફ્લાઇ-પાસ્ટ અને ત્યારબાદ પરંપરાગત રીતે પાણીના ફુવારાથી સલામી આપવામાં આવી હતી.
રાફેલ વિમાનના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કર્મીઓને સંબોધિત કરતા CASએ જણાવ્યું હતું કે, હાશીમારા ખાતે રાફેલનો સમાવેશ કાળજીપૂર્વક આયોજન સાથે કરવામાં આવ્યો છે. પૂર્વીય ક્ષેત્રમાં IAFની ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Air Chief Marshal RKS Bhadauria, CAS formally inducted Rafale aircraft into No. 101 Sqn at AFS Hasimara in Eastern Air Command (EAC) on 28 Jul. The event included a flypast and a traditional water cannon salute. pic.twitter.com/kdENCcwyR3
— Indian Air Force (@IAF_MCC) July 28, 2021
‘ચામ્બ અને અખનૂરના ફાલ્કન’ તરીકેનું બિરુદ મેળવનારા 101 સ્ક્વૉડ્રનના કિર્તીમય ઇતિહાસને યાદ કરતા CASએ કર્મીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ નવા સામેલ કરવામાં આવેલા પ્લેટફોર્મની અજોડ શક્તિઓ સાથે તેમના જુસ્સા અને પ્રતિબદ્ધતા જોડે આવી જ રીતે સતત જોડાયેલા રહે.
નોંધનીય છે કે, 101 સ્ક્વૉડ્રન એ IAFની બીજી સ્ક્વૉડ્રન છે. જે રાફેલ વિમાનથી સુસજ્જ છે. 01 મે 1949ના રોજ પાલમ ખાતે આ સ્ક્વૉડ્રનની રચના કરવામાં આવી હતી. તેણે ભૂતકાળમાં હાર્વર્ડ, સ્પીટફાયર, વેમ્પાયર, સુ-7 અને મિગ-21M વિમાનો ચલાવ્યા છે.