Site icon Revoi.in

દિલ્હી સરકારની સુપ્રીમમાં રજૂઆત, વાયુ પ્રદૂષણ નિયંત્રિત કરવા દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન આવશ્યક

Social Share

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણથી સુપ્રીમ કોર્ટ ચિંતિત છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અને દિલ્હીની સરકારને આ મામલે ત્વરિત પગલાં લેવા માટેના નિર્દેશ આપ્યા છે. દિલ્હીની રાજ્ય સરકારે પ્રદૂષણને નાથવા માટે સંપૂર્ણ લોકડાઉન આવશ્યક હોવાની રજૂઆત કરી હતી અને સાથે પાડોશી રાજ્યો પણ આવશ્યક પગલાં ભરે તેવી અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે ઇમરજન્સી બેઠક બોલાવવાની ભલામણ કરી છે. હવે આ કેસની વધુ સુનાવણી બુધવારે હાથ ધરાશે.

દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણને અંકુશમાં કરવા માટે કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, દિલ્હીમાં હવાની ગુણવત્તાને સુધારવા માટે સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે. લોકડાઉન જો કરવામાં આવે તો તેનાથી વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં આવી જશે તેમજ પાડોશી રાજ્યોએ પણ લોકડાઉન સહિતના પગલાં લેવા જોઇએ. અન્યથા દિલ્હીનું લોકડાઉન એણે જશે.

આ બાદ સુપ્રીમ કોર્ટે એક્શન લેતા કેન્દ્ર સરકારને લાગતા-વળગતા રાજ્યો સાથે ઇમરજન્સી બેઠક બોલાવવાનું કહ્યું છે. દિલ્હી ઉપરાંત યુપી, હરિયાણા, પંજાબ જેવા રાજ્યો સાથે બેઠક કરીને આ મુદ્દે તુરંત પગલાં ભરવાનું સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વાયુ પ્રદૂષણ પાછળ ખેતરમાં પરાળી બાળવાનું હોઇ શકે તેવી દલીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, તેનાથી માત્ર 10 ટકા પ્રદૂષણ ફેલે છે અને બાકીનું પ્રદૂષણ ધૂળને કારણે સર્જાયું છે.