- RSS નેતાઓ પર હુમલો કરવાનું ISIનું કાવતરું
- તેના માટે હથિયારોની થઇ રહી છે ડિલીવરી
- પંજાબના કેટલાક અપરાધીઓને સોંપ્યું કામ
નવી દિલ્હી: ભારતમાં RSSના નેતાઓ પર હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. હકીકતમાં, પાકિસ્તાનની એજન્સી ISI ઉત્તરપ્રદેશના RSS સાથે જોડાયેલા નેતાઓ પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહી છે. આ માટે ISIએ પંજાબના કેટલાક અપરાધીઓ સાથે સંપર્ક સાધ્યો છે. જેમણે ઉત્તર પ્રદેશ જઇને હથિયારોની ડિલીવરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેનાથી RSSના નેતાઓ પર હુમલો કરાવી શકાય. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ જાણકારી આપી છે.
આગામી વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે હવે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના આ રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર RSS સાથે જોડાયેલા નેતાઓની સુરક્ષા વધી શકે છે. આ અંગે જાણકારોનું માનવું છે કે, ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક માહોલને બગાડીને કોમી હુલ્લડો કરાવવા માટે પણ RSS સાથે જોડાયેલા નેતાઓ પર હુમલો કરવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે.
નોંધનીય છે કે, મેકને મોકલાયેલા રિપોર્ટમાં RSS સાથે જોડાયેલા નેતાઓ પર હુમલો કરવા માટે પંજાબથી ઉત્તર પ્રદેશમાં હથિયાર સપ્લાય કરવાનો ખુલાસો થયો છે. જમ્મૂ કાશ્મીરની જેમ ISI પંજાબમાં દેશ વિરોધી તત્વોની મદદ કરી રહ્યું છે. સાથે જ રૂપિયાને લઇને હથિયારોની સપ્લાય કરવાના ષડયંત્રમાં સંડોવણી છે.