– પ્રજાસતાક દિવસ પર ઈતિહાસ રચશે રિયો ઘોડો
– 18 મી વખત પરેડમાં થશે સામેલ
– 15 મી વખત તેના પર દળના કમાન્ડર સવાર થશે
નવી દિલ્હી: ભારતના 72 માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે 18 મી વખત 61 ‘ઘોડેસવાર રેજિમેન્ટ’નો ખાસ ઘોડો ‘રિયો’ નજરે પડશે. આ ઘોડો ચાર વર્ષની ઉંમરેથી પરેડમાં ભાગ લઈ રહ્યો છે.
કેપ્ટન દીપાંશુ શ્યોરાણને જણાવ્યું હતું કે, ભારતમાં જન્મેલા આ ઘોડાની ઉંમર 22 વર્ષ છે. આ વર્ષે ત્રીજી વખત તે વિશ્વની એકમાત્ર સેવા આપતી ઘોડાસવાર રેજિમેન્ટનના દળનું નેતૃત્વ કરશે.
દીપાંશુ શ્યોરાણને કહ્યું કે, ‘રિયો ખૂબ જ ખાસ ઘોડો છે. તે કમાન્ડરની વાત સમજે છે. તે ખૂબ જ ગૌરવની વાત છે કે આ પ્રજાસત્તાક દિવસ પર તેઓ 18 મી વખત રાજપથ ખાતે 61 ‘ઘોડાસવાર રેજિમેન્ટ’ ના સભ્ય તરીકે જોવા મળશે. 15 મી વખત તેના પર દળના કમાન્ડર સવાર થશે.
વર્ષ 1953 માં સ્થાપિત કરવામાં આવેલ જયપુર સ્થિત ’61 ઘોડાસવાર રેજિમેન્ટ ‘ સ્થાપના બાદથી જ પ્રજાસત્તાક દિવસની પરેડમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે. મૈસુર લાંસર્સ, જોધપુર લાંસર્સ અને ગ્વાલિયર લાંસર્સ સહિત છ પૂર્વના શાહી સેનાઓના એકમોને જોડીને તેની રચના કરવામાં આવી હતી. 1918 માં રેજિમેન્ટના પૂર્વજોએ બ્રિટીશ સશસ્ત્ર દળો સાથે ઇઝરાઇલમાં હૈફાની મહત્વપૂર્ણ લડત લડી હતી.
(દેવાંશી)