ભારતની સંરક્ષણ ક્ષેત્રે તાકાત વધી, રશિયા સાથે AK-203 એસોલ્ટ રાઇફલ ડીલ પર કર્યા હસ્તાક્ષર
- રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયન રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુ વચ્ચે યોજાઇ બેઠક
- આ બેઠક દરમિયાન AK-203 એસોલ્ટ રાઇફલ સોદા પર થયા હસ્તાક્ષર
- આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રના અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા
નવી દિલ્હી: નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુ વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દાઓમાં તમામ પાંચ S 400 મિસાઇલોની સમયસર સપ્લાય સુનિશ્વિત કરવી તેમજ આગામી બે S400ની તૈનાતીમાં રશિયા દ્વારા મદદની અસરકારક ડિલિવરીનો સમાવેશ થાય છે.
આ બેઠક બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સર્ગેઇ શોઇગુએ ભારત અને રશિયા વચ્ચેના કરારો પર હસ્તાક્ષર કર્યા. ભારત અને રશિયા વચ્ચે થયેલા કરારોમાં ઇન્ડો-રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કુલ 6,01,427 7.63×39 mm એસોલ્ટ રાઇફલ્સ AK-203ની ખરીદી માટેના કરારનો પણ સમાવેશ થાય છે.
આ બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિવેદનમાં કહ્યું હતું કે, બને દેશો વચ્ચેના સંબંધો સમૃદ્વિ, પારસ્પરિક સમજણ, બહુપક્ષીયવાદ, વિશ્વાસમાં સમાન હિતનાં આધારે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે.
આ ઉપરાંત બેઠક દરમિયાન રાજનાથ સિંહે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ભારત અને રશિયાની ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ લાવશે અને પ્રદેશને સ્થિરતા પ્રદાન કરશે. મહત્વનું છે કે, આજે પીએમ મોદી અને રશિયાના વડાપ્રધાન વ્લાદિમીર પુતિન વચ્ચે શિખર સંમેલન થશે, જેમાં સંરક્ષણ માટે ઘણા કરાર થવાની સંભાવના છે. જેમાં સંરક્ષણ માટે ઘણા કરાર થવાની શક્યતા છે.