- સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર
- CBI, NIA અને EDની શાખાઓમાં CCTV ના હોવા પર નારાજગી વ્યક્ત કરી
- તમામ તપાસ એજન્સીઓમાં CCTV કેમેરા લગાવવા સુપ્રીમે આપ્યો આદેશ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હજુ સુધી CBI, NIA તેમજ ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના કાર્યાલયમાં સીસીટીવી કેમેરા શા માટે નથી લાગ્યા તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ સરકાર આ મામલે પગ પાછા ખેંચવા પ્રયાસ કરી રહી હોવાનો પણ ફટકાર વરસાવ્યો હતો.
કોર્ટે કેન્દ્ર સરકારને તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને રાજ્ય સરકારોને આગામી 5 મહિનામાં દેશના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા તેમજ રેકોર્ડિંગ ઉપકરણો લગાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત કેન્દ્ર સરકારને 3 સપ્તાહ અને રાજ્ય સરકારોને 1 મહિનાની અંદર સોંગદનામુ દાખલ કરવા પણ કહેવાયું છે.
સોગંદનામાની વાત કરીએ તો તેમાં CCTV કેમેરા લગાવવા થનારો ખર્ચ અને કોર્ટના નિર્દેશોનું પાલન કરવાની ટાઇમલાઇન જણાવવા પણ કહેવામાં આવ્યું છે. જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતાવાળી પીઠે કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને અને નાગિરકોનો મૌલિક અધિકારો સાથે સંકળાયેલો મુદ્દો કહ્યો હતો.
ચૂંટણી હોય તે રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાના આદેશમાં હાલ પૂરતી છૂટ આપવામાં આવી છે.
(સંકેત)