Site icon Revoi.in

મુંબઇમાં કોવિડનો કહેર, 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વર્ગો રહેશે બંધ

Social Share

મુંબઇ: સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિએન્ટે પગપેસારો કર્યો છે ત્યારે ફરીથી કેસ સતત વધી રહ્યા છે ત્યારે મુંબઇમાં શાળાઓ અંગે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઇમાં ધોરણ 1 થી 8 ના શાળાના ઑફલાઇન વર્ગો બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 31મી જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9ની શાળાઓ બંધ રાખવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી દિલ્હી બાદ મુંબઇમાં કોવિડના સૌથી વધુ કેસ આવી રહ્યા છે જેને કારણે હવે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, બાળકોને કોઇપણ પ્રકારની અસુવિધા ના થાય તે માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 1 થી 9 સુધીની શાળાઓ હમણાં જ શરૂ થઇ હતી.

મુંબઇમાં ઑફલાઇન શાળાઓના વર્ગો બંધ રહેશે પરંતુ ઓનલાઇન શાળાઓ તો ચાલુ જ રહેશે.

મુંબઇમાં પણ 15-18 વર્ષની કિશોરોનું રસીકરણ શરૂ થયું છે ત્યારે મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કિશોરોના રસીકરણની સમીક્ષા કરી હતી. બાળકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ આ બાબત પ્રત્યે જાગૃત કરવાની જરૂર છે. રાજ્યના અન્ય જીલ્લાઓ માટે પણ આ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, મુંબઇમાં કોવિડના કેસોની વાત કરીએ તો રવિવારે 8,063 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. મુંબઇમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. સંક્રમણની ગતિ પણ વધી રહી છે. શનિવારે પણ મુંબઇમાં 6,347 દર્દીઓ કોવિડથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.