Site icon Revoi.in

મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય, આ તારીખ સુધી નહીં ખુલે શાળાઓ

Social Share

મધ્યપ્રદેશ: કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે મધ્યપ્રદેશ સરકારે શાળાઓ અંગે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશમાં નર્સરીથી 8માં ધોરણ સુધીના વર્ગો 31 માર્ચ, 2021 સુધી બંધ રહેશે.

રાજ્યમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખેન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ શુક્રવારે શિક્ષણ વિભાગની એક બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ઇન્દરસિંહ પરમાર સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન સરકારે 31 માર્ચ સુધી નર્સરીથી 8મી સુધીના વર્ગો શરૂ ન કરવાનો નિર્ણય કર્યો હતો.

તે ઉપરાંત વહેલી તકે ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના મતે તેઓની બોર્ડની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. 9 અને ધોરણ 11ના વર્ગના વિદ્યાર્થીઓ જો આવશ્યક હોય તો સપ્તાહમાં એક કે બે વાર શાળાએ જઇ શકે છે.

મહત્વનું છે કે, નર્સરીથી આઠમાં ધોરણ સુધીની સ્કૂલો નવા શૈક્ષણિક સત્ર એટલે કે એપ્રિલ 2021થી શરૂ થશે. જ્યારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પ્રોજેક્ટ વર્કના આધારે મુલ્યાંકન કરવામાં આવશે.

(સંકેત)