1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકડાઉનમાં શાળાઓ બંધ હોય ત્યારે વાલીઓએ કેટલી ફી ચૂકવવી પડશે? સુપ્રીમે આપ્યો આ ચુકાદો

લોકડાઉનમાં શાળાઓ બંધ હોય ત્યારે વાલીઓએ કેટલી ફી ચૂકવવી પડશે? સુપ્રીમે આપ્યો આ ચુકાદો

0
Social Share
  • સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય
  • સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 36000 ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને આપ્યો નિર્દેશ
  • તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15 ટકા ઓછી ફીની વસૂલાત કરે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 36000 ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15 ટકા ઓછી ફીની વસૂલાત કરે. આ નિર્ણયમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફી ચૂકવી ના શકવાની સ્થિતિમાં કોઇપણ વિદ્યાર્થીને વર્ચ્યુઅલ કે હાલાત સામાન્ય થવા પર ક્લાસમાં સામેલ થતા રોકી શકાય નહીં કે તેનું પરીક્ષાનું પરિણામ પણ રોકવું જોઇએ નહીં.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના આદેશને યથાવત્ રાખ્યો. જેમાં રાજસ્થાન વિદ્યાલય કાનૂન 2016 અને શાળાઓમાં ફી નક્કી કરવા સંબંધિત કાયદા હેઠળ બનાવવામાં આવેલા નિયમની વેલિડીટીની અપાયેલા પડકારને ફગાવવામાં આવ્યો હતો.

જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની પેનલે 128 પાનાના પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા ફીની ચૂકવણી છ સરખા હપ્તામાં કરાશે. બેન્ચે કહ્યું કે એ વાતનો ઈન્કાર કરી ન શકાય કે મહામારીના કારણે લાગુ પૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે.

જસ્ટિસ ખાનવિલકરે ચુકાદામાં ઉલ્લેખ કર્યો કે આ પ્રકારના આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઈ છે. આ ચુકાદામાં કહેવાયું કે ‘અપીલકર્તા (શાળા) પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર 2019-20 માટે વર્ષ 2016ના કાયદા હેઠળ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ફી વસૂલ કરે, પરંતુ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલી સુવિધાઓને ધ્યાનમાં રાખતા ફી 15% ઓછી લેવામાં આવે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code