Site icon Revoi.in

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: જાણો કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

Social Share

નવી દિલ્હી, દર વર્ષે 28મી ફેબ્રુઆરીને આપણા દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી સાયન્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચરની થીમ સાથે કરવામાં આવી રહી છે.

આ દિવસે, ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને રામન અસરની શોધ કરી હતી. આ શોધ માટે સીવી રમનને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ શોધ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ યોગદાન હતું. આ શોધની યાદમાં 1987 થી 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દરેક દિવસ કોઈ ને કોઈ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ “સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન” તરીકે પસંદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી 1997ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

આ દિવસની ઉજવણીનો હેતુ મહાન ભારતીય વૈજ્ઞાનિક સીવી રામનને તેમના યોગદાન માટે યાદ કરવાનો છે. આ સાથે દેશની વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓમાં પણ કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિજ્ઞાનનું મહત્વ સમજાય છે.