નવી દિલ્હી: સામાન્ય વ્યક્તિને કોવિડ કે પછી કોવિડના લક્ષણો છે કે નહીં તેના માટે RTPCTR ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેતો હતો. જો કે હવે RTPCR ટેસ્ટ કરાવ્યા વગર પણ સામાન્ય વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે. હવે માસ્કથી આ ખતરનાક વાયરસને શોધી શકાશે.
હવે ટૂંક સમયમાં જ ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના માધ્યમથી આ ખતરનાક વાયરસને શોધી શકાય છે. વૈજ્ઞાનિકોએ એક નવું ફેસ માસ્ક તૈયાર કર્યુ જ છે. જે અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં કોવિડને શોધી શકે છે. આ માટે શાહમૃગની એન્ટિબોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી ઘરે જ બેઠા પરવડે તેવા ખર્ચથી ટેસ્ટ કરી શકાશે.
શાહમૃગની એન્ટિબોડીના ફિલ્ટરથી આ માસ્ક યુક્ત છે. જે કોરોનાને શોધી શકે છે. આ માસ્કને તે રિસર્ચથી મળનારા પરિણામ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પક્ષીઓમાં કોવિડથી લડવાની વધારે શક્તિ છે. આ એન્ટીબોડી શાહમૃગના ઇંડામાંથી કાઢવામાં આવી છે. જે બાદ એન્ટીબોડીને કોવિડના એક નિષ્ક્રિય, ખતરા વગરના પમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યા.
પશ્ચિમી જાપાનમાં ક્યોટો પ્રોફેચ્યૂરલ યૂનિવર્સિટીમાં યાસુહિરો ત્સુકામોટો અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ નાના સ્ટડીમાં વોલેન્ટીયર્સને માસ્ક પર લગાવવામાં આવેલા ફિલ્ટરને હટાવતા પહેલા 8 કલાક સુધી આને પહેર્યું.
આ બાદ વૈજ્ઞાનિકોએ આના પર એક કેમિકલ નાંખ્યું. જે કોરોનાની હાજરી હોવા પર અલ્ટ્રાવાયલેટ લાઈટમાં ચમકે છે. રિસર્ચરે જોયું કે જે માસ્ક સંક્રમિત લોકોએ પહેર્યા હતા તે નાક અને ચહેરાની પાસે ચમકી રહ્યા હતા. તેમનું કહેવું છે કે સ્માર્ટ ફોન કે એલઈડી લાઈટમાં પણ શોધી શકાય છે. વૈજ્ઞાનિકોરનું કહેવુ છે કે હવે તે એવુ માસ્ક તૈયાર કરશે કે જે લાઈટ વગર પણ ચમકે. આ કોરોના ટેસ્ટમાં બહું ઉપયોગી સાબિત થશે.
પશું ચિકિત્સાના પ્રોફેસર અને યુનિવર્સિટીના અધ્યક્ષ સુકામોતોએ વાઈસ વર્લ્ડ ન્યૂઝને જણાવ્યું છે. આ પીસીઆર પરિક્ષણ કરવાની સરખામણીમાં શરુઆતના ટેસ્ટિંગમાં એક બહું તેજ અને ડાયરેક્ટ રુપ છે. તેમણે કહ્યું કે આના ઉપયોગ માટે કોરોનાના એસિમ્પ્ટોમેટિક દર્દીને તાત્કાલીક શોધી શકાય છે.