નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજથી રશિયાની યાત્રા પર છે. ત્યાર તેઓ રશિયાના સેન્ટ પીટર્સ બર્ગમાં આયોજિત બ્રિક સુરક્ષા અધિકારીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેશે.
PM મોદીના ‘શાંતિ મિશન’ને આગળ ધપાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ સહીત તમામ મુદ્દાઓ પર સદસ્ય દેશો વચ્ચે ચર્ચા કરવામાં આવશે. આ સમિટ તે સમયે થઇ રહી છે જયારે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટેની ચર્ચા ચાલી રહી છે…. 12 સપ્ટેમ્બર સુધીની તેમની યાત્રા દરમીયાન તેઓ તેમના રશિયાના સમકક્ષ અધિકારી સાથે પણ ચર્ચા કરશે. જેમાં ક્ષેત્રોમાં શાંતિ લાવવા માટેના ઉપાયો માટે ચર્ચા કરવામાં આવી શકે છે. ડોભાલ ઓક્ટોબરમાં કઝાનમાં યોજાનારી સમિટમાં ભાગ લેવા માટે આ પ્રવાસ પર છે. NSAની આ મુલાકાત ઘણી રીતે ખાસ છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે.