Site icon Revoi.in

પદ્મશ્રી અને સામાજીક કાર્યકર્તા શાંતિ દેવીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

નવી દિલ્હી: પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શાંતિ દેવીનું નિધન થયું છે. ઓડિશાના રાયગડા જીલ્લાના ગુનુપુરમાં તેમના નિવાસસ્થાન પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સામાજીક કાર્યકર્તા એવા શાંતિ દેવીના નિધન પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ દુ:ખી લાગણી વ્યક્ત કરતા લખ્યું કે, શાંતિ દેવીજીને ગરીબો અને વંચિતોના અવાજ તરીકે યાદ કરવામાં આવશે. તેમને દુ:ખોને દૂર કરીને અનેક સ્વસ્થ ન્યાયપૂર્ણ સમાજ બનાવવા માટે નિસ્વાર્થ ભાવથી કાર્ય કર્યું. તેમના નિધનથી દુ:ખી છું. મારા વિચારો અને તેમના પરિવાર તેમજ અસંખ્ય ચાહકો સાથે છે. શાંતિ દેવીએ સમાજના કલ્યાણ માટે અનેક ઉમદા કાર્યો કર્યા છે. જે હરહંમેશ માટે યાદ રહેશે.

સામાજીક કાર્યકર્તા શાંતિ દેવીનો જન્મ વર્ષ 1934માં બાલાસોર જીલ્લાના એક જમીનદાર પરિવારમાં થયો હતો. 17 વર્ષની ઉંમરમાં બે વર્ષની કોલેજ બાદ તેમના લગ્ન મહાત્મા ગાંધીના અનુયાયી ડૉક્ટર રતા દાસ સાથે થયા, ત્યારબાદ તે તેના પતિ સાથે અવિભાજીત કોરાપુટ રહેવા ગયા. ત્યાં તેઓ જમીન સત્યાગ્રહ આંદોલનમાં પણ જોડાયા હતા.

ત્યારે તેમને જમીનદારો દ્વારા જબરદસ્તીથી પકડવામાં આવ્યા. આદિવાસી લોકોની જમીનને છોડાવવા માટે સંઘર્ષ કર્યો. ત્યારબાદ તે બોલનગીર, કાલાહાંડી અને સંબલપુર જિલ્લામાં ભૂદાન આંદોલનમાં સામેલ થઈ ગયા. તેમને ગોપાલનબાડી સ્થિત આશ્રમમાં ભૂદાન કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપ્યું.

શાંતિ દેવી ગાંધીવાદી અનુયાયી આચાર્ય વિનોબા ભાવેને 1955-56માં મળ્યા. તેમની વિચારધારાથી પ્રેરિત થઈ, તેમને આદિવાસીઓ, નિરાશ્રિત મહિલાઓ અને અનાથ છોકરીઓના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યુ અને તેમના ભૂદાન આંદોલનમાં ભાગ લીધો.

નોંધનીય છે કે, સમાજ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે વર્ષ 2021માં તેમને દેશનો સૌથી પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડમાંથી એક પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.