Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં સૌથી મોટો સાપ્તાહિક વધારો, મૃત્યુદર પણ વધ્યો

Social Share

નવી દિલ્હી: ગત એક સપ્તાહમાં કોરોનાએ ભારતને અજગર ભરડામાં લીધું છે. કોરોનાના કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો સાપ્તાહિક વધારો નોંધાયો છે. ગત સપ્તાહ અને તેના પહેલાના સપ્તાહની સરખામણી કરવામાં આવે તો કોરોના કેસ 51 ટકા જેટલી ઝડપે વધ્યા છે. ગત સપ્તાહમાં નોંધાયેલા કુલ કોરોના કેસ 1.3 લાખ છે. તેવી જ રીતે કોરોનાને કારણે મૃત્યુમાં પણ 51 ટકા જેટલો સાપ્તાહિક વધારો નોંધાયો છે.

રવિવારે દેશમાં 169 દિવસનો રેકોર્ડ તોડીને 68,266 કોરોના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી 40,414 કેસ સામે આવ્યા હતા. ભારતમાં 22 માર્ચથી 28 માર્ચ દરમિયાનના સપ્તાહમાં 3.9 લાખ કેસ આવ્યા છે જે અત્યાર સુધીના સૌથી વધુ છે. આ પહેલાના સપ્તાહમાં 15થી 21 માર્ચ દરમિયાન કોરોના કેસ 1 લાખ કરતા વધુ નોંધાતા તેની પૂર્વેના સપ્તાહ કરતા કોરોના કેસ 67 ટકા વધ્યા હતા. આ બંને સપ્તાહના આંકાડાને જો ભેગા કરવામાં આવે તો કોરોના મહામારી શરું થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ સૌથી મોટો વધારો છે.

છેલ્લા ત્રણ સપ્તાહના આંકડા પર નજર કરવામાં આવે તો કેસમાં 3 ગણો વધારો છે. જેમાં 17 માર્ચ દરમિયાન દેશમાં કુલ 1.17 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જે આ સપ્તાહના 3,93,056 કરતા ત્રણ ગણા ઓછા છે. મહામારી શરૂ થઇ ત્યારથી અત્યારસુધીમાં ભારતનો ટોટલ કોરોનો કેસલોડ 12 મિલિયન એટલે કે 1.2 કરોડને પાર કરી ગયો છે. જેમાં છેલ્લા 10 લાખ કેસ ફક્ત 35 દિવસોમાં નોંધાયા છે.

નોંધનીય છે કે, મહામારી શરું થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતનો ટોટલ કરોના કેસલોડ 12 મિલિયન એટલે કે 1.2 કરોડનો પાર કરી ગયો છે. જેમાં છેલ્લા 10 લાખ કેસ ફક્ત 35 દિવસમાં નોંધાયા છે. જે તેની પહેલાના 10 લાખ કેસ માટે લાગેલા 65 દિવસના સમયના લગભગ અડધા સમયમાં નોંધાયા છે.

બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો તે આંક 5 લાખને પાર કરી ગયો છે. રવિવારે નોંધાયેલા 35,703 એક્ટિવ કેસ સાથે અત્યારસુધીમાં એક્ટિવ કેસ મામલે સૌથી ઝડપી 1 લાખ કેસનો વધારો છે. જે ફક્ત 3 દિવસમાં 4 લાખ એક્ટિવ કેસથી 5 લાખ એક્ટિવ કેસ થયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા સપ્તાહનો મૃત્યુઆંક 1875 છે.

(સંકેત)