Site icon Revoi.in

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન જે મળ્યું તેનાથી પુરાતત્વવિદ પણ ચોંકી ગયા

Social Share

ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન જે વસ્તુ મળી છે તેનાથી ખુદ પુરાતત્વવિદ પણ ચોંકી ગયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉજ્જૈનના પ્રસિદ્વ મહાકાલેશ્વર મંદિરમાં 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા બાદ હવે ત્યાંથી ખોદકામ દરમિયાન હાડપિંજર અને હાડકા મળી આવ્યા છે. તેનાથી અહીં કામ કરનારા મજૂરો પણ ગભરાઇ ગયા છે. મહાકાલ મંદિરનના પરિસર વિસ્તારમાં હાલમાં ખોદકામ ચાલી રહ્યું છે. ભોપાલના પુરાતત્વ વિભાગની દેખરેખમાં ખોદકામ ચાલી રહ્યું છે. હાડપિંજર મુઘલ કાળના પણ હોઇ શકે છે.

મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીનું આ અંગે કહેવું છે કે, મંદિરની પાસે સામેના ભાગમાં પ્રાચીન સમયમાં સાધુ સંતો રહેતા હતા. આ હાડપિંજર તેમના હોઇ શકે છે.

હાલમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના આધારે મહાકાલ મંદિર પરિસરના વિસ્તારીકરણનું કામ ચાલી રહ્યું છે. અહીંયા ખોદકામની શરૂઆત મે મહિનામાં થઇ હતી. નાની મૂર્તિઓ અને દિવાલો પણ મળી છે. આ પછી કલેક્ટરના આદેશથી ભોપાલ પુરાતત્વ વિભાગની ટીમની દેખરેખમાં ખોદકામ થશે. આ પહેલા ખોદકામ સમયે પરમાર કાળની અલગ અલગ મૂર્તિઓ અને લગભગ 1000 વર્ષ જૂના મંદિરનો ઢાંચો અલગ હતો.

ખોદકામ પ્રવૃત્તિ દરમિયાન સંશોધનકર્તા ડૉક્ટર ગોવિંદ સિંહ અનુસાર ખોદકામમાં માનવ કંકાલ અને જાનવરોના હાડકા મળી રહ્યા છે અને તેનું હાલમાં પરીક્ષણ કરાઇ રહ્યું છે. 1000 વર્ષ જૂના મંદિરના ખોદકામમાં મળેલી ચીજો અનુસાર અનેક જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ધરોહરથી મંદિર પર હુમલા સમયે લૂટફાટના પ્રમાણ પણ મળી રહ્યા છે.