- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીકાકારોની બોલતી બંધ કરી
- ટીકાકારો પણ જાણે છે કે છેલ્લા 7 વર્ષમાં અનેક બદલાવ આવ્યા
- અમારા કેટલાક નિર્ણયો ખોટો હશે પણ નિયત ક્યારેય ખોટી નહોતી
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, મારા ટીકાકારો એ વાત માનતા હશે કે ગત કેટલાક વર્ષોથી ઘણો ફેરફાર થયો છે. આ દરમિયાન ભ્રષ્ટાચારનો કોઇ આરોપ લગાવવામાં આવ્યો નથી. બની શકે કે અમારા કેટલાક નિર્ણયો ખોટા હોય પરંતુ અમારા ઇરાદા ખોટા નથી.
અમિત શાહે દેશમાં આવેલા બદલાવ પર ટીકાકારોને કહ્યું હતું કે, છેલ્લા 7 વર્ષોમાં દેશમાં કોઇ અનેક ફેરફાર થયા છે. અમારી સરકાર પર સાત વર્ષો દરમિયાન કૌભાંડનો એક પણ ચાર્જ લાગ્યો નથી. દેશની લોકશાહી પ્રણાલીમાં જ્યાં બહુ પક્ષીય પાર્ટીની પ્રણાલી છે ત્યાં પણ વડાપ્રધાન મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે.
બીજી તરફ અમિત શાહે કોંગ્રેસને આડે હાથે લીધુ હતું અને કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે લોકશાહી પરથી લોકોનો વિશ્વાસ ડગમગ્યો હતો, જેણે મોદી સરકારે પાછો મેળવ્યો છે. દેશમાં બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થા નિષ્ફળતાના આરે પહોંચી ગઇ હતી. બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થામાં દેશની જનતાનો વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત થયો છે.
તેઓએ ભારતીય અર્થતંત્રને લઇને પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ ઉભરતું અર્થતંત્ર બન્યું છે અને આગામી સમયમાં દેશનો વૃદ્વિ દર ડબલ ડિજીટમાં જોવા મળે તો કોઇ નવાઇ નહીં લાગે.