- નેપાળમાં પણ વરસાદનો કહેર
- ભૂસ્ખલનને કારણે 21નાં મોત
- 24 લોકો લાપતા હોવાના સમાચાર
નવી દિલ્હી: કેરળ, ઉત્તરાખંડમાં જળપ્રલય બાદ હવે નેપાળમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. નેપાળમાં પુરના પ્રકોપને કારણે ભારે નુકસાન થયું છે.
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં 21 લોકોનાં મોત નિપજ્યા છે. 24 લોકો લાપતા છે. આ અંગે નેપાળના ગૃહ મંત્રાલયે કહ્યું કે, દેશના 19 જીલ્લા પૂર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે. પૂરને કારણે વીજ પૂરવઠો ખોરવાયો છે તેમજ કૃષિ ઉપજની લણણીમાં પણ સમસ્યઓ આવી છે.
અગાઉ નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા સિંધુ પાલચૌક જીલ્લામાં અનુભવાય હતા. જો કે તેનાથી માલ સામાનને કોઇ નુકસાન નથી થયું.
નેપાળમાં મેઘતાંડવના કહેરને કારણે ઘરેલુ ફ્લાઇટ્સ ઉડાન ભરવામાં અસમર્થ રહી છે. મંગળવાર સવારથી લુકલામાંથી ઉડાન ભરનારી મોટા ભાગની ઉડાનોને રદ્દ કરવામાં આવી છે. વિરાટનગર અને જનકપુર એરપોર્ટ તમામ ખુલ્લા છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદે ચોતરફ તારાજી સર્જી છે. અત્યારસુધી 38થી વધુ લોકોના મોત થયા છે. 35થી વધુ મકાનો પણ ધ્વસ્ત થયા છે. ભૂસ્ખલનની પણ અનેક ઘટનાઓ બની છે.