Site icon Revoi.in

સપાએ 30 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે અને હવે કોંગ્રેસ, ભાજપ બાદ સપાએ પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 30 બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ છે. તેમણે ઉત્તરાકાશીની બે વિધાનસભા બેઠકો, પુરોલાથી ચયન સિંહ અને ગંગોત્રીથી પંડિત વિજય બહુગુણાને મેદાનમાં ઉતાર્યા છે.

અત્યાર સુધી યોજાયેલી ચાર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ એક પણ બેઠક જીતી નથી. વર્ષ 2022ની ચૂંટણીમાં બેઠકો જીતવાના ધ્યેય સાથે સપાએ આજે 30 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે.

ઉત્તરાખંડમાં સપા પાર્ટીને વધુ સમર્થન નથી. આ જ કારણ છે કે સપા રાજ્યમાં આજ સુધી એક પણ બેઠક જીતી શકી નથી. પરંતુ તેમ છતાં પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી લડવા જઇ રહી છે.

ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 10 માર્ચે જાહેર થશે. રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન થશે. આ માટે 21 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 28 જાન્યુઆરી છે. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે છે. આ ચૂંટણી રાજ્યમાં ત્રિકોણીય હરીફાઈ થવાની ધારણા છે.

આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષ કોઇપણ પ્રકારની કસર છોડવા માંગતી નથી. દરેક રાજકીય પક્ષો પોતાની રીતે પ્રચાર માટેની રણનીતિ બનાવી રહ્યા છે અને આ વખતે દરેક ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરશે.