Site icon Revoi.in

આધ્યાત્મિક શક્તિ જ દેશની સમગ્ર ક્ષમતાનો આધાર છે: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવત

Social Share

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ મોહન ભાગવતે  હિંગોલી જીલ્લાના નરસી ખાતે 13મી સદીના સંત નામદેવના જન્મ સ્થળે ગયા હતા. આ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, દેશની સમગ્ર ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર નિર્ભર છે અને સાધુ-સંતોએ ભારતની આધ્યાત્મિક શક્તિ વધારવામાં ખૂબ જ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ અવસર પર સંઘ પ્રમુખે સંબોધન કરતા કહ્યું હતું કે, સંત નામદેવે પોતાના જીવન દરમિયાન લોકોને સરળ ભાષામાં ધાર્મિક જીવન જીવવાનું શિક્ષણ આપ્યું હતું, તેમણે વારકરી શ્રદ્વાળુઓના સંદેશાને પણ પંજાબ સુધી પહોંચાડ્યો હતો.

આ હિંદુ સમુદાયની શાંતિપ્રિયતા અને ભાઈચારાને દર્શાવે છે. પંજાબના લોકોએ સંત નામદેવને સરળતાથી અપનાવ્યા. નામદેવના 61 પદ ગુરૂગ્રંથ સાહિબમાં સામેલ છે. શ્રી ગુરૂ નાનક દેવજી અને ગુરૂ ગોવિંદ સિંહજીએ હંમેશા સંત નામદેવને સન્માનનું સ્થાન આપ્યું.

મહત્વનું છે કે, સંઘ પ્રમુખ ગુરૂવારે ઔરંગાબાદ પહોંચશે અને ત્યાં 14 નવેમ્બર સુધી તેઓ વિભિન્ન કાર્યક્રમોમાં સહભાગી બનશે. ત્યાર બાદ હૈદરાબાદ થઈને 15 નવેમ્બરે કોલકાતા પહોંચવાનો કાર્યક્રમ છે.