- પહેલી વખત ભારતના રસ્તા પર રખડતા કૂતરા-બિલાડીઓની સંખ્યા સામે આવી
- ભારતના રસ્તાઓ પર 8 કરોડ શ્વાન અને બિલાડીઓ રહે છે
- કૂતરા તેમજ બિલાડીઓના મામલે ભારતને 10માંથી 2.4 જ સ્કોર પ્રાપ્ત થયો છે
નવી દિલ્હી: ભારતના દરેક શહેરો અને ગામમાં રખડતા શ્વાન અને બિલાડીઓ જોવા મળતા હોય છે.
જો કે ભારતના અનેક શહેરોમાં કેટલા શ્વાન તેમજ બિલાડી રખડતા હોય છે તેનો કોઇ ચોક્કસ આંકડો કોઇને જ ખબર નથી હોતો. જો કે હવે તેને લઇને પણ એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ભારતમાં રસ્તા પર રહેતા શ્વાન તેમજ બિલાડીઓના આંકડાઓનો અંદાજ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ ઑફ પેટ હોમલેસનેસ ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર ભારતમાં 8 કરોડ શ્વાન અને બિલાડીઓ રસ્તાઓ પર રહે છે. રખડતા કૂતરા તેમજ બિલાડીઓના મામલે ભારતને 10માંથી 2.4 જ સ્કોર પ્રાપ્ત થયો છે.
ભારતમાં અપેક્ષા કરતા ઓછી પ્રાણીઓની નસબંધી, વેક્સીનેશન અને હડકવાનુ પ્રમાણ તેમજ પ્રાણીઓને લગતા કાયદાનો અભાવ ઓછી રેટિંગ માટે જવાબદાર છે.
ભારતમાં 8 કરોડ કૂતરા અને બિલાડીઓ રસ્તા પર જ રહે છે અને અહીંયા ચોંકાવનારી બાબત એક એ પણ સામે આવી છે કે જાનવરો પાળનારા લોકો પૈકાની 50 ટકા લોકોએ કબૂલાત કરી હતી કે, તેમણે ઓછામાં ઓછું એક પાલતુ પ્રાણી પાછળની રસ્તામાં ત્યજી દીધું હતું.
મહત્વનું છે કે, ભારતમાં 82 ટકા કૂતરાઓને સ્ટ્રીટ ડોગ્સ ગણાય છે અને 53 ટકા લોકોને તે ખતરો લાગે છે. 65 ટકા લોકો કૂતરાથી ડરે છે અને 82 ટકા લોકો માને છે કે, ગલીઓમાંથી કૂતરાઓને દૂર કરવા જોઇએ.