Site icon Revoi.in

સુપ્રીમનો અગત્યનો ચુકાદો, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC-EWS ને 27% અનામતની મંજૂરી

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી NEET PG Counselling 2021નું કોકડું ગુંચવાયેલું છે. જો કે હવે તેનો નિષ્કર્ષ આવે તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે NEET OBC અને EWS ક્વોટાને લઇને પોતાનો ચુકાદો આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા આજે અપાયેલ ચુકાદામાં નીટ OBC તેમજ EWS ક્વોટાને લઇને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કર્યો છે.

6 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો નક્કી કર્યા બાદ કહ્યું કે, રાષ્ટ્ર હિતમાં NEET PG Counselling શરૂ થવું જરૂરી છે.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે હાલના માપદંડો તરીકે તમામ મેડિકલ બેઠકો માટે NEETમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોમાં અન્ય પછાત વર્ગ (OBC) માટે 27 ટકા તેમજ આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની મંજૂરી આપી છે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં નીટ પીજી મામલે રિઝર્વેશનનો ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે આ બેચને જ રિઝર્વેશન લાગુ પડશે. કોર્ટના નિર્ણય બાદ હવે કાઉન્સેલિંગ બાદ રસ્તો સાફ થઈ ગયો છે. જલ્દીથી કાઉન્સેલિંગ શરૂ થશે.