Site icon Revoi.in

સુપ્રીમનો કેન્દ્રને આકરો સવાલ, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે તો શું કરશો?

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંકટકાળને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે અને લાખોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે. દેશભરમાં ઓક્સિજન, વેન્ટિલેટરની અછત ઉભી થઇ છે અને દર્દીઓ સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવે મોતને ભેટી રહ્યા છે. એવામાં હવે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની પણ વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટમાં આજે કોરોના વાયરસની સ્થિતિને લઇને સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસની ત્રીજી લહેરને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને અત્યારથી તૈયારીઓ કરવા પર ભાર મૂક્યો હતો. આ મામલા પર સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જો કાલે ઉઠીને પરિસ્થિતિ ખરાબ થાય તો તમે શું કરશો? રિપોર્ટ કહે છે કે ત્રીજી લહેર બાળકો પર વિપરિત પ્રભાવ પાડી શકે છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યુ હતું કે, કોરોનાની ત્રીજી લહેર માટે શું કરવું જોઇએ તેની તૈયારી અત્યારથી કરવી આવશ્યક છે. યુવાનોમાં વેક્સિન આપવી પડશે. જો બાળકોમાં સંક્રમણ થશે તો શું કરશો? કારણ કે બાળકો પોતે હોસ્પિટલ ના આવી શકે.

આજે દોઢ લાખ ડૉક્ટરો છે જે પરીક્ષા આપવાની તૈયારીમાં છે અને અઢી લાખ નર્સ તો ઘરોમાં બેસી છે, આ લોકો જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે. અત્યારે જે ડૉક્ટરો કામ કરી રહ્યા છે તેમના પર થાક અને દબાણ વધારે છે.

(સંકેત)