- મરાઠા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ
- તામિલનાડુ-કેરળ સરકારે હાલ પૂરતી સુનાવણી ટાળવાની કરી અપીલ
- ચૂંટણીના કારણે સુનાવણી ટાળવાની અપીલ
નવી દિલ્હી: મરાઠા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેંચ સામે સુનાવણી શરૂ થઇ ચૂકી છે. કોર્ટમાં બીજી તરફ તામિલનાડુ અને કેરળ સરકાર તરફથી આ મામલે સુનાવણી ટાળવાની અપીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેરળ તેમજ તામિલનાડુની સરકારોનું કહેવું છે કે, ચૂંટણીના કારણે સુનાવણીને ટાળવી જોઇએ, કારણ કે આ પોલિસી સાથે જોડાયેલો નિર્ણય હશે. એવામાં સરકાર હાલ કોઇ પક્ષ લઇ શકે નહીં.
જોકે સુપ્રીમ કોર્ટેનું કહેવું છે કે સરકાર પાસે પોતાનો જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય છે. સરકારો પોતાનો લેખિત જવાબ તૈયાર કરે અને કોર્ટને આપે. હાલ માત્ર આ બાબત પર ફોક્સ છે કે ઈંદ્રા સાહની જજમેન્ટ ફરીથી જોવાની જરૂર છે કે નહી.
ઉલ્લેખનિય છે કે આ પહેલાની સુનવણીમાં સુપ્રીમ કોર્ટ તરફથી તમામ રાજ્યોને પુછવામાં આવ્યું હતું કે અનામતની મર્યાદા 50%થી વધારવામાં આવી શકે છે. કોર્ટે દરેક રાજ્યનો મત માંગ્યો હતો કારણ કે આ નિર્ણયની અસર ઘણી વ્યાપક થઈ શકે છે.
(સંકેત)