Site icon Revoi.in

સાંસદો-ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં ઢીલથી સુપ્રીમ લાલઘૂમ, CBI અને EDને લગાવી ફટકાર

Social Share

નવી દિલ્હી: સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં થઇ રહેલા વિલંબને લઇને સુપ્રીમ કોર્ટે CBI અને EDને ફટકાર લગાવી છે. સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુનાવણીમાં વિલંબ કરી રહ્યું છે.

CBI અને EDને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ કહ્યું કે, છેલ્લા 15-20 વર્ષોથી કેસ પેન્ડિંગ છે. આ એજન્સીઓ કશુ કરતી નથી. ખાસ કરીન ઇડી ફક્ત સંપત્તિઓ જપ્ત કરી રહી છે. એટલું નહીં, ઘણા કેસોમાં તો ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. ચાર્જશીટ દાખલ કરવો અથવા બંધ કરી દો. કોર્ટ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીથી પ્રભાવિત છે.

CJIએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, PMLAમાં 78 કેસો 2000થી પેન્ડિંગ છે. આજીવન કેદ હેઠળ 37 કેસો હજુ પેન્ડિંગ છે. અ SGને અમને જણાવવાનું કહ્યું છે કે, આ દરેક કેસનો નિકાલ લાવવામા કેટલો સમય થશે. અમે SG તુષાર મહેતાને CBI અને ઇડી પાસેથી આ પેન્ડિંગ કેસો અંગે સ્પષ્ટ સ્પષ્ટીકરણ કરવા કહીશું.

આ એજન્સીઓએ આ કેસોમાં વિલંબ થવા અંગેનું કારણ બતાવ્યું નથી. એસજીએ કહ્યું કે, તમે હાઈકોર્ટમાં તેમાં ઝડપી કેસ ઉકેલવાનો નિર્દેશ આપી શકો છો. સીજેઆઈએ કહ્યું, અમે પહેલાંથી જ હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસની આગેવાનીમાં એક સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તપાસ એજન્સીઓ આગળ વધી શકે છે અને તપાસ પૂર્ણ કરી શકે છે. સીજેઆઈ એનવી રમન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ સુર્યકાન્તની ત્રણ જજોની ખંડપીઠ આ કેસોની સુનાવણી કરી રહી છે.

પીએમએલએ એક્ટમાં પૂર્વ સાંસદ સહિત 51 સાંસદો આરોપી છે. 51 કેસોમાંથી 28ની તપાસ હજુ ચાલી રહી છે. જ્યારે 4ની સુનાવણી ચાલી રહી છે. આ કેસો લગભગ ઓછામાં ઓછા 10 વર્ષ જૂના છે. અમુક કેસોમાં ખૂબ વિલંબ થયો છે. તો અમુક કેસોમાં સુનાવણીની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ધારાસભ્યો સામેના કેસની પણ આ સ્થિતિ છે. લગભગ 70માંથી 40થી વધુ કેસોની તપાસ ચાલી રહી છે.