Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી આવ્યો ધમકીભર્યો ફોન, આ કરતૂત કરવાની આપી ધમકી

Social Share

નવી દિલ્હી: ભારત 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ મનાવવા જઇ રહ્યુ છે ત્યારે સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી ભેદી કોલ આવવા લાગ્યા છે.

સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોને આ પ્રકારના ભેદી કોલ આવી રહ્યા છે. કોલરે પોતાની ઓળખ મુઝાહિદીન તરીકે આપી છે. સુપ્રીમ કોર્ટના વકીલોને સોમવારે સવારે ફરી એક વાર અજાણ્યા નંબર પરથી ઑટોમેટેડ કોલ આવ્યો હતો. તેમાં કહેવાયું હતું કે, ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના અમુક વકીલો અને રેકોર્ડ કરવામાં આવેલા કોલરે પોતાની જાતને ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય હોવાનો દાવો કર્યો છે. તેણે ધમકી આપી હતી કે, કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવા માટે સુપ્રીમ કોર્ટ પણ એટલું જ જવાબદાર છે, જેટલી મોદી સરકાર છે.

કોલરે પોતે ઇન્ડિયન મુઝાહિદ્દીનના સભ્ય હોવાનો દાવો કર્યો છે. જે એક આતંકવાદી સંગઠન છે અને તેની ભારતમાં અગાઉ અનેક આતંકી પ્રવૃત્તિઓમાં સાંઠગાંઠ જોવા મળી હતી.

નોંધનીય છે કે, અગાઉ પણ વકીલોને અજાણ્યા નંબરો પરથી કોલ આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં વકીલોને યુનાઇટેડ કિંગડમ અને કેનેડામાં અજાણ્યા નંબરો પરથી કોલ આવ્યા હતા. જેમાં પંજાબના હુસૈનવાલાના ફ્લાઇઓવર પર પીએમ મોદીની સુરક્ષા ચૂકની જવાબદારી લીધી હતી. તે સમયે કૉલરે શિખ ફોર જસ્ટિસના સભ્યો હોવાનો દાવો કર્યો હતો.