- અનામત મામલે સુપ્રીમનો ચુકાદો
- માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ નથી
- NEET PG પ્રવેશમાં સુપ્રીમ કોર્ટે OBC અનામતને અનુમતિ આપી
નવી દિલ્હી: NEETમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે OBC અનામત યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ નથી.
NEET PG પ્રવેશમાં સુપ્રીમ કોર્ટે OBC અનામતને અનુમતિ આપી છે અને આ મુદ્દે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ઓલ ઇન્ડિયા કોટામાં OBC અનામત માન્ય છે અને ભારતના બંધારણ અનુસાર તે મૌલિક અધિકાર છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદા દરમિયાન જણાવ્યું કે, પરીક્ષાઓ ઉત્કૃષ્ટતા અને વ્યક્તિઓની ક્ષમતાઓને દર્શાવતી નથી. એવામાં કેટલાક વર્ગને જે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક લાભ મળે છે તેને રોકી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે અગત્યની ટિપ્પણી કરી હતી કે, ખાલી સાર માર્ક્સ મેળવવા માટે યોગ્યતાનો માપદંડ નથી. સામાજીક અને આર્થિક પૃષ્ઠભૂમિના સંબંધમાં યોગ્યતાને પ્રેક્ટિકલ બનાવવાની જરૂર છે. અનામતની ભૂમિકા પછાતપણાને દૂર કરવામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, EWS અનામત યોગ્ય છે કે નહીં તે મુદ્દે માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં કોર્ટ સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે, આપણે હજુ પણ મહામારીમાં છે અને ડૉક્ટર્સની ભરતીમાં વિલંબને કારણે દેશની સ્થિતિ વધુ વણસી શકે છે. સામાજીક ન્યાય માટે અનામત આવશ્યક છે.