Site icon Revoi.in

હવે મોબાઇલથી પણ મતદાન કરી શકાશે, આ રાજ્યએ કરી પહેલ

Social Share

નવી દિલ્હી: અત્યારસુધી આપણે વોટ આપવા માટે બૂથ પર જવું પડતું હતું પરંતુ હવે મોબાઇલથી પણ વોટ આપી શકાશે. તેલંગાણા  સરકારે આ માટે પહેલ કરી છે. તેલંગાણા સરકાર દ્વારા સ્માર્ટફોન બેઝ્ડ ઇ-વોટિંગ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ખમ્મમ જીલ્લામાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ સોફ્ટવેરથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ, દર્દીઓ મત આપી શકશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ કોમ્પ્યુટિંગ દ્વારા ટેકનિકલ સપોર્ટ પૂરો પડાયો છે. IIT ભિલાઇના ડિરેક્ટર રજત મૂના અને ચૂંટણી પંચના ટેકનિકલ એડવાઇઝર તેમજ આઇઆઇટી બોમ્બે અને દિલ્હીના પ્રોફેસરોની એક નિષ્ણાંત સમિતિ દ્વારા આ સોફ્ટવેર વિકસિત કરાયું છે.

હાલમાં તો પ્રાયોગિક ધોરણે ખમ્મમ જીલ્લામાં આ એપનું ડમી વોટિંગ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. તેમાં 8 થી 18 ઑક્ટોબર સુધી કોઇપણ વ્યક્તિ તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 20મી ઑક્ટોબરે ડમી વોટિંગ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં આ એપ માત્ર મર્યાદિત વર્ગ પૂરતી જ સીમિત રહેશે.

તેલંગાણા સ્ટેટ ઈલેક્શન કમિશન દ્વારા આ અભિયાનનું બીડું ઝડપવામાં આવ્યું હતું. સરકારી સુત્રોએ જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા મતદાતાઓનું થ્રી સ્ટેજ ઓથેન્ટિકેશન કરવામાં આવશે. જેમાં આધાર કાર્ડ સાથે નામ મેચ કરવું, વ્યક્તિની લાઈવ ઓળખાણ અને ઈપીઆઈસી ડેટાબેઝ સાથે વ્યક્તિની ઈમેજ મેચ કરવામાં આવશે.

આ ઉપરાંત બ્લોકચેઈન ટેક્નોલોજીની મદદથી મતોને એન્ક્રિપ્ટેડ કરવામાં આવશે જેથી રેકોર્ડની ગુપ્તતા જળવાઈ શકે. આ એપ્લિકેશ ઈંગ્લિશ અને તેલુગુમાં હશે અને એકદમ સરળ ભાષામાં હશે કે જેથી કોઈપણ વ્યક્તિ તેને સમજી શકે. અને સાથે હેલ્પલાઈન નંબર ઉપરાંત ટ્યુટોરિયલ વિડીયો પણ હશે.